Skip to main content

પાવર ઓફ પ્લે ગેલેરી

પાવર ઓફ પ્લે ગેલેરી સાયન્સ સેન્ટર સંકુલના પ્રથમ માળ પર આવેલી છે. આ ગેલેરી ''ગમ્મત સાથે જ્ઞાન''ના વિચાર આધારિત તૈયાર કરવામાં આવેલ છે. આ ગેલેરી ૩ થી ૧ર વર્ષના બાળકો માટે બનાવવામાં આવી છે. આ ગેલેરી નાના બાળકોને પ્રયોગાત્મક અનુભવ મળે તે રીતે બનાવવામાં આવી છે. બાળકો પોતાની દરેક ઇન્દિ્રઓ કાર્યરત રાખી અનુભવ સભર જ્ઞાન પ્રાપ્ત કરી શકે તે પ્રકારની અહીં વ્યવસ્થા છે, જેમાં બાળકો મનોરંજન સાથે પોતાની કલ્પના શકિતનો ઉપયોગ કરી જાતે પ્રયોગ કરવા દ્વારા સક્રીય રહે છ. પાવર ઓફ પ્લે ગેલેરીમાં 'હેલો હેલો' ,'ટોય ટ્રેન', 'બમ્પી ટ્રેક' વિગેરે જેવા પરસ્પર સંવાદાત્મક (ઇન્ટરએકટીવ) એકઝીબીટસ છે જે રમત દ્વારા જ્ઞાન આપે છે. બાળકો અહીં માનવ શરીર, વિવિધ ભેોમિતીક આકારો, શાકભાજી અને ફળો વિગેરે વિશે જાતે માહિતી પ્રાપ્ત કરી શકશે. બાળકોમાં સર્જનાત્મકતા જાગૃત કરવા અને તેમને સક્રિય શિક્ષણ માટે પ્રેરિત કરવા પાવર ઓફ પ્લે ગેલેરી પ્રેરણારૂપ છે.