એન્ટ્રી પ્લાઝા એકઝીબીટ અને પાર્ક એકઝીબીટ
એન્ટ્રી પ્લાઝા એકઝીબીટ
એન્ટ્રી પ્લાઝા એકઝીબીટ સાયન્સ સેન્ટરમાં ભોંયતળિયે ટીકીટ બારી અને સોવેનિયર શોપની વચ્ચે આવેલ છે. અહીં સેડલ, સાઇકલોઇડ, એપીસાઇકલોઇડ, ઇનવોલ્યુટ, જીઓડેસીક વિગેરે જેવા જુદા જુદા ભેોમિતિક આકાર ધરાવતી બેઠક વ્યવસ્થા છે. મુલાકાતીઓ આ આકારો પર બેસી શકે છે અને આ ભેોમિતિક આકારોના ગુણધર્મો વિશે જાણી શકે છે. તેમાં બેોઘ્ધિક કોયડા આધારિત રમત પણ છે જેને તેનગ્રામ કહે છે, જે મુલાકાતીઓને ભેોમિતિક આકારો સમજવામાં મદદરૂપ થાય છે.
પાર્ક એકઝીબીટ
પાર્ક એકઝીબીટ સાયન્સ સેન્ટરમાં મ્યુઝિયમ અને આર્ટગેલેરીની વચ્ચે આવેલ છે. અહીં નવ (૯) એકઝીબીટ લગાવવામાં આવેલા છે, જેમાં પેન પાઇપ, ઝડપી ચકરી, પાંજરામાં પંખી, પીન હોલ કેમેરા, તમારી જાતને ઉંચકો, ઉપવલયાકાર બોલતી નળી, આઘાત અને પ્રત્યાઘાત, ટગ ઓફ વોર અને ગુરુત્વ ખુરશીનો સમાવેશ થાય છે. આ એકઝીબીટ વિજ્ઞાનના વિવિધ સિઘ્ધાંતો પર આધારિત છે.