Skip to main content

Science Facts

વિજ્ઞાન હકીકતો - એપ્રિલ મહિનો

૧ એપ્રિલ ૧૮૨૬ સેમ્યુઅલ મોરે એ આંતરિક કમ્બશન એંજિન નું પેટન્ટ કર્યુ.
૧ એપ્રિલ ૧૮૬પ ઓસ્ટ્રીયામાં જન્મેલા રસાયણશાસ્ત્રી રીચાર્ડ એડોલ્ફ ઝીગમંડી (કોલોઈડસમાં સંશોધન કરનાર)નો જન્મ 
૧ એપ્રિલ ૧૯૭૬ ખગોળશાસ્ત્રી પેટ્રીક મૂર દ્વારા જોવીયન પ્લુટોનીયન ગુરુત્વાકર્ષણ અસરની પ્રથમ નોંધ કરવામાં આવી
ર એપ્રિલ વિશ્વ ઓટીસમ દિવસ (યુ.એન.દ્વારા).
૩ એપ્રિલ ૧૯૭૩ પ્રથમ પોર્ટેબલ સેલફોન કોલ ન્યૂયોર્ક સીટી, યુનાઈટેડ સ્ટેટસમાં કરવામાં આવ્યો
૩  એપ્રિલ ૧૯૮૪ ભારતીય અવકાશ યાત્રી રાકેશ શર્મા અંતરિક્ષમાં ગયા.
૬ એપ્રિલ ૧૯૧૧ જર્મન બાયોકેમિસ્ટ ફિઓડોર ફેલિકસ કોનરાડ લિનન (કોનરાડ બ્લોચ સાથે કોલેસ્ટેરોલના મિકેનિઝમ અને નિયમન સંલગ્ન સંશોધન કરનાર)નો જન્મ
૬ એપ્રિલ ૧૯ર૦ અમેરીકન બાયોકેમિસ્ટ એડમન્ડ એચ.ફીસરનો જન્મ
૬ એપ્રિલ ૧૯૬પ પ્રથમ સંચાર ઉપગ્રહ ''અર્લી બર્ડ''ને પ્રક્ષેપિત કરી જીઓસીન્ક્રોનસ ભ્રમણકક્ષામાં મૂકવામાં આવ્યો.
૮ એપ્રિલ ૧૮૧૮ જર્મન કેમીસ્ટ ઓગસ્ટ વિલહેમ વોન હોફમાનનો જન્મ
૮ એપ્રિલ ૧૯૧૧ અમેરીકન કેમિસ્ટ મેલ્વીન કેલ્વીન (કેલ્વીન ચક્રની શોધ કરનાર)નો જન્મ
૯ એપ્રિલ ૧૭૭૦ જર્મન ભૌતિક્શાસ્ત્રી થોમસ જહોન સીબેક નો જન્મ.
૧૦ એપ્રિલ ૧૯ર૭ અમેરિકન વૈજ્ઞાનીક માર્શલ વોરેન નિરેનબર્ગનો જન્મ
૧૧ એપ્રિલ ૧૯૦પ આલ્બર્ટ આઈન્સ્ટાઈને ખાસ સાપેક્ષવાદનો સિધ્ધાંત જાહેર કર્યો
૧ર એપ્રિલ આંતરરાષ્ટ્રીય માનવ હવાઈ ઉડ્ડયન દિવસ (યુ.એન.દ્વારા).
૧ર એપ્રિલ ૧૯પપ ડો.જોનાસ સાલ્ક દ્વારા વિકસીત પોલિયો રસી સલામત અને અસરકારક જાહેર કરવામાં આવી.
૧ર એપ્રિલ ૧૯૬૧ પ્રથમ રશિયન અવકાશયાત્રી યુરી ગાગરીન અંતરિક્ષમાં ગયા.
૧૪ એપ્રિલ ર૦૦૩ માનવ જિનોમ પ્રોજેકટ ૯૯% માનવ જિનોમ સીકવન્સ સાથે ૯૯.૯૯%ની ચોકસાઈ સાથે પૂર્ણ થયો.
૧પ એપ્રિલ ૧૮૭૪ જર્મન ભૌતિકશાસ્ત્રી જોહાનીસ સ્ટાર્ક (કેનાલ કિરણો અને વિધુતક્ષેત્રમાં સ્પેકટ્રલ લાઈનોના વિભાજનની શોધ કરનાર)નો જન્મ
ર૦ એપ્રિલ ૧૯ર૭ સ્વીસ ભૌતિકશાસ્ત્રી કાર્લ એલેકઝાન્ડર મુલર(સીરામીક મટીરીયલમાં સુપર કન્ડકટીવિટીમાં કાર્ય કરનાર)નો જન્મ
રર એપ્રિલ આંતરરાષ્ટ્રીય પૃથ્વી દિવસ.
રર એપ્રિલ ૧૯૦૯ ઈટાલિયન ન્યુરોલોજીસ રીટા લેવી-મોન્ટાલ્સીની (નર્વ ગ્રોથ ફેકટર (NGF)ના સહશોધક)નો જન્મ
ર૩ એપ્રિલ ૧૮પ૮ જર્મન ભૌતિકશાસ્ત્રી મેકસ પ્લાન્ક (પ્લાન્ક અચળાંકનાં શોધક) નો જન્મ.
રપ એપ્રિલ વિશ્વ મેલેરીયા દિવસ (WHO)
૩૦ એપ્રિલ ૧૮૯પ ફ્રેન્ચ વૈજ્ઞાનિક રોન્ટજને એકસ-રે ની શોધ કરી.
યુ.એન. - યુનાઇટેડ નેશન્સ, WHO - વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને યુનેસ્કો - યુનાઇટેડ નેશન્સ એજયુકેશનલ, સાયન્ટીફીક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન