પ્લેનેટેરીયમ
પ્લેનેટેરીયમ વિજ્ઞાન ભવનનાં પ્રથમ માળ પર સ્થિત છે તે ૧૬.૩૦ મીટરના વ્યાસના ગોળાકારમાં બનાવવામાં આવ્યું છે. અંદરના ઘુમટ પર ખૂબ જ પહોળા પ્રતિક્ષેપણ તેમજ વિવિધ માઘ્યમમાં કાર્યક્રમ કરવાની સગવડ છે. તેની ક્ષમતા ૧૪૦ વ્યકિતની છે. નભોમંડળના પડદા પર પુરા ઘુમટ પર પ્રક્ષેપણ કરવાની સગવડ છે, જેના દ્વારા આધુનિક તકનીકની મદદથી ખગોળ શાસ્ત્રના ગુઢ સિઘ્ધાંતો વિધાર્થીઓ તેમજ સામાન્ય જનતા સમક્ષ પ્રસ્તુત કરવામાં આવે છે. ઉચ્ચ ક્ષમતાવાળા પ્રક્ષેપણ યંત્રો ડીજીસ્ટાર -૩ નામની તકનીકી પઘ્ધતિ પર કામ કરે છે તેમજ ઉચ્ચ શ્રેણીની શ્રાવ્ય પઘ્ધતિ આ બંનેના સુમેળ દ્વારા બનાવાયેલા કાર્યક્રમો અવિસ્મરણીય અનુભવ આપે છે. આવા કાર્યક્રમો ગુજરાતી, હિન્દી, અને અંગ્રેજી એમ ત્રણ ભાષાઓમાં દર્શાવવામાં આવે છે.