મ્યુઝિયમ
સરદાર વલ્લભભાઇ પટેલ મ્યુઝિયમનો સંગ્રહ હવે ચોક સ્થિત ઐતિહાસિક કિલ્લા ખાતે પ્રદશિત છે.
સરદાર વલ્લભભાઇ પટેલ મ્યુઝિયમમાં આશરે ૧૫૦૦૦ પુરાતન કલાકૃતિઓ છે, જે વિવિધ શાખાઓ જેમ કે કાષ્ઠકળા, ચીનાઇમાટી, તાંબા અને કાંસા, કાપડ, સિકકા, ચિત્રો અને લઘુચિત્રો, હસ્તપ્રતો અને શિલ્પો વિગેરેમાં વિભાજીત થાય છે. સંગ્રહાલયને ભૂતકાળની કેટલીક શતાબ્દીઓનાં સુસમૃઘ્ધ વારસાનાં પ્રતિબિંબ તરીકે વિકસાવવામાં આવ્યું છે. કળા, સંસ્કૃતિ અને શિક્ષણનાં ક્ષેત્રમાં સબળ સોપાન ધરાવે છે.
હેતુ અને કાર્ય
સરદાર વલ્લભભાઇ પટેલ હયાત મ્યુઝિયમ હાલમાં આપણે જોઇએ છીએ તે કેટલાક દાયકાઓની પ્રગતીનું ફળ છે. પ્રાચીન સમયમાં સંગ્રહસ્થાનના મુખ્ય કાર્યો થોડા દાયકા પહેલાંના પ્રાચીન દુર્લભ ચીજવસ્તુઓ ભેગી કરવાની કેટલીક વખત તેમની ઉપર શોધખોળ કરવાની તેમજ જાહેર હેતુ માટે દર્શાવવાનો હતો આવા ઓબ્જેકટ સાચવવામાં આવતા તેમજ સંગ્રશસ્થાનમાં આવતા મુલાકાતીઓને દર્શાવવામાં આવતા. સંગ્રહસ્થાન કાયમી સંસ્થા/સ્થાપના છે. જે જાહેર હિતમાં જાળવણી, અભ્યાસ અને જુદા જુદા પ્રકારના હેતુઓથી જાહેરજનતા માટે સાંસ્કૃતિક મૂલ્ય ધરાવી જુદી, જુદી ચીજવસ્તુઓ તેમજ નમૂનાઓને પ્રદર્શિત કરે છે. તે જ રીતે ટુંકમાં એના મુખ્ય હેતુઓમાં જાળવણી, ભંડોળ/ફાળો તેમજ પ્રદર્શનનો સમાવેશ થાય છે. આ એક ઐતિહાસિક સુરતનો ખજાનો છે જે રાષ્ટ્રીય વારસાના હેતુઓને પ્રદર્શિત કરે છે. આ એક એવું સ્થળ છે જયાં મોટી સંખ્યામાં વિધ્યાર્થીઓ અલગ-અલગ શાળા તેમજ મહાવિધ્યાલયો તેમજ શૈક્ષણિક સંસ્થાઓમાંથી આવી સુરતનાં વારસાને જાણે/ઓળખે છે. મહાવિધ્યાલયના વિધ્યાર્થીઓ માટે સંગ્રહસ્થાન એક સંશોધનનું કેન્દ્ર બની રહે છે. સંગ્રહસ્થાનનો મુખ્ય હેતુ જાહેરજનતાની એમનો પોતાનો ઐતિહાસિક વારસાની જાણકારીનો તથા વિધ્યાર્થીઓ માટે તેમને એમનો સાંસ્કૃતિક વારસો જાણવા અંગેનો છે.
ર જી મે ર૦૦૪ ના દિવસે ગુજરાત ગેોરવ દિવસની ઉજવણીનાં સંદર્ભે સીટી ગેલેરી જાહેરજનતા માટે ખુલ્લી મુકવામાં આવી હતી. આ સાટી ગેલેરીમાં સુરતનો ઇતિહાસ તેમજ સુરત મહાનગરપાલિકાનો ઇતિહાસ તથા સુરતના વેપાર અંગેની માહિતી (ત્રણસો બી.સી. અને ત્યારપછીની) પ્રદર્શિત કરવામાં આવે છે. સુરત મહાનગરપાલિકાએ બે બુકલેટ પ્રકાશિત કરેલ છે. જેમની એક અંગે્રજીમાં છે તેમજ બીજી ગુજરાતીમાં છે. જેમાં સંગ્રહસ્થાનનો ઇતિહાસ તેમજ તેમાં દર્શાવવામાં આવતા અગત્યના ઓબ્જેકટ/ચીજવસ્તુઓ કે જેઓ હાલના તબક્કે કયાંથી અને કેવી રીતે આવ્યા ટુંકમાં સો વર્ષનાં ગાળામાં કરવામાં આવેલ પ્રગતીનો અહેવાલ વર્ણવવામાં આવેલો છે આ રીતે એક સાથે બુકલેટ સાથે એક ફોલ્ડર પણ પ્રદર્શિત કરવામાં આવેલું જેમાં સંગ્રહસ્થાનને લગતી તમામ માહિતી પ્રકાશિત કરવામાં આવી હતી.
સરદાર વલ્લભભાઇ પટેલ મ્યુઝિયમ દ્વારા પ્રકાશિત વિવિધ પ્રકાશનો
- મ્યુઝિયમ બુકલેટ અને ફોલ્ડર (અંગ્રેજી અને ગુજરાતી) ૧૯૯૦
- સીટી ગાઇડ મેપ (અંગ્રેજી અને ગુજરાતી) ર૦૦૪
- સીટી ગેલેરી ફોલ્ડર (ગુજરાતી) ર૦૦૪
- હેરીટેજ વોક (અંગે્રજી) ર૦૦૪
- હેરીટેજ કેલેન્ડર (ગુજરાતી) ર૦૦૪
- પીકચર પોસ્ટ કાર્ડ (અંગ્રેજી) ર૦૦૬
- હેરીટેજ મેપ (અંગ્રેજી અને ગુજરાતી) ર૦૦૬
- સીટી ગાઇડ મેપ ૨૦૧૩
- હેરીટેજ ફોલ્ડર ૨૦૧૩
- ડાયમંડ ગેલેરી ફોલ્ડર ૨૦૧૩
અગાઉ 'સંગ્રહસ્થાન એટલે અજાયબઘર' એવો વિચાર પ્રચલિત હતો પણ પ્રર્વતમાન સમયમાં આ મ્યુઝિયમ પ્રવૃત્તિના ફલક અને સીમા ખૂબ વિસ્તરીયા છે અને એટલે જ આજે સંગ્રહસ્થાનો કલા, સંસ્કૃતિ અને શિક્ષણનો સમન્વય સંસ્કારધામ તરીકે પ્રગતિશીલ રાષ્ટ્રોમાં ઉદય પામ્યા છે. એક સંગ્રહસ્થાનનું મૂલ્ય એમાં સંચિત થએલા કલાત્મક બેજોડ નમૂનાઓ ઉપર અવલંબે છે. માત્ર સુંદર જ નહિ પણ કલાત્મક ઉત્કૃષ્ટ નમૂનાઓ એમાં જળવાયેલા જોવા મળે છે. આ પ્રત્યેક નમૂનાનું વિશિષ્ટ સ્થાન તેમજ માનવીય સ્પર્શનું એક આગવુ મૂલ્ય પણ હોય છે. માનવીની કલા થકી રસાયેલી દ્રષ્ટિ, કુનેહ, ધૈર્ય, ખંત જેવા ઉમદા ગુણોએ જ એને કલાકાર બનાવ્યો છે. કલાની અભિવ્યકિત એણે કાગળ, લાકડું, કાપડ, પથ્થર, ધાતુ તથા માટી વગેરે તહેવાર માઘ્યમો ઘ્વારા કરી છે. આવી કલાભિવ્યકિતની પ્રશંસ્તિ પ્રાપ્ત કરવા, અન્યને આનંદ અર્પવા તેમજ જિજ્ઞાસુજનનું જ્ઞાનવર્ધક કરવા કલાપ્રેમી સજજનોએ તેમજ સરકારોએ દેશ-વિદેશમાં ઠેર ઠેર સંગ્રહસ્થાનોની સ્થાપના કરી છે.
ઐતિહાસિક મહાનગર સૂરતમાં ચોક બજાર મુકામે આવેલું ''સરદાર વલ્લભભાઇ પટેલ સંગ્રહસ્થાન'' એ દ્રષ્ટિએ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આગવું સ્થાન ધરાવે છે. મૂળ ''વિન્ચેસ્ટર મ્યુઝિયમ'' તરીકે આળખાતા આ સંગ્રહસ્થાને કેટલીયે તડકો-છાંયડી નિહાળ્યા બાદ આજે તે ''સરદાર વલ્લભભાઇ પટેલ સંગ્રહસ્થાન'' નામે જાણીતું થયુ છે. એના ઉગમ અને વિકાસનો ઇતિહાસ લાંબો પણ રસમય છે. અલ્પબિદું માંથી વ્યવસ્થિત મ્યુઝિયમનું રૂપ ધારણ કરનાર આ સંગ્રહસ્થાનના પાયાના પ્રકરણની શરૂઆત ઠેઠ ઇસ્વી સન ૧૮૯૦ ના ફેબ્રુઆરીથી થઇ હતી. હાલનો 'ગાંધી બાગ' જે એ સમયે 'વિકટોરિયા ગાર્ડન' (રાણીબાગ) તરીકે જાણીતો હતો, તેના મકકાઇ પુલ તરફના છેડે એક ઓરડાના મકાનમાં એ સમયના વિકસિત વિવિધ ઉધોગો જેવા કે જરીકામ, સુખડકામ, કાષ્ઠ કોતરણી અને ધાતુકામના ૧૦૦૦ જેટલા નમૂનાઓ રાખવામાં આવ્યા હતાં અને તે સમયના પ્રજા-વત્સલ ઉચ્ચાધિકારી સમાહર્તા (કલેકટર) ના નામ પરથી એને ''વિન્ચેસ્ટર મ્યુઝિયમ'' નું નામ અપાયું. શહેરના નામાંકિત નાગરિકો તેમજ મહાનુભાવોના સાથ-સહકારથી ધીરે ધીરે એમાં વિકાસ થતો રહયો.
સને ૧૯પરમાં 'સૂરત બરો મ્યુનિસિપાલિટી' ના શતાબ્દી વર્ષની ઉજવણી નિમિત્તે સોરાબજી જે.જે. ટ્રેઇનીંગ કોલેજ, ચોક બજાર, ખાતે એક ભવ્ય પ્રદર્શનનું આયોજજન થયેલુ જેને સુજ્ઞ નગરજનો તરફથી ઘણો સારો પ્રતિભાવ મળ્યો. આથી બરો મ્યુનિસિપાલિટીના સત્તાધિશોએ આ નગરીના નાનકડા સંગ્રહસ્થાનને વધુ વિકસાવવાનો વિચાર કર્યો અને એ માટે સૂરતના જાણીતા કલામર્મજ્ઞ શ્રી રાજેન્દ્ર છોટાલાલ સૂરકાથાની ઓનરરી કયુરેટર તરીકે તા.૧૯/૧૦/૯૧પ૩ ના રોજ નિમણૂંક કરી. તેમણે નિજી લગનથી રાત-દિન, ટાઢ-તડકો જોયા વિના ખંતપૂર્ણક એને વિકસાવવાની શરૂઆત કરતાં બહુ ટૂંક સમયમાં એ જગ્યા નાની પડતાએ મ્યુઝીયમને સન ૧૯પ૩ માં જે ચોક બજારમાં આવેલા ''ગુજરાત મિત્ર'' પ્રેસની બાજુના 'લેલી વિવિંગ શેડ' નામના વધુ મોટા મકાનમાં ખસેડવામાં આવ્યુ. તે વેળાએ એની કલાકૃતિઓની સંખ્યા ૧૩ર૧ હતી. ધીમે ધીમે કલાકૃતિઓની સંખ્યામાં પ્રતિદિન વૃઘ્ધિ થવા લાગતાં, આ જગ્યા પણ નાની પડવા માંડતા નવા વિશાળ મકાનનું આયોજન કરવામાં આવ્યુ. જે તૈયાર થઇ જતાં સન ૧૯પ૬ ના મે માસ ને છઠૃી તારીખે તે વેળાના કેન્દ્રના રેલ્વે પ્રધાન કે જેઓ પાછળથી દેશના વડા પ્રધાન બન્યા તેઓ સ્વર્ગીય શ્રી લાલ બહાદુર શાસ્ત્રીજીના વરદ હસ્તે ઉદધાટન કરવામાં આવ્યુ અને તા.ર૪/૧ર/૧૯પ૭ થી 'વિન્ચેસ્ટર'નું નામ બદલીને ગુજરાતનાકુસુમથીય કોમળ એવા લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલતની સ્મૃતિમાં નામકરણ કરવામાં આવ્યુ.
ભૂતકાલીન તેમજ ધીમે ધીમે ર્લપ્ત થતી જાતી સાંસ્કૃતિના નમુના જયાં સચવાયા છે, ભવિષ્યની પેઢી જેને વિમ્સયની દ્રષ્ટિએ જોવાની છે તેવા ભૂતકાળના ઉધોગો, હસ્તકલા, ઇતિહાસના પાત્રો, પોષકો જયાં જોવા મળે છે તે સંગ્રહસ્થાન ભૂતકાળનું ગેોરવ રજુ કરી ભવિષ્યની પેઢી માટે પ્રેરણારૂપ પણ બને છે. અલગ અલગ હેતુ દર્શાવતા સંગ્રહસ્થાનના પણ તેથી જે વિવિધ પ્રકાર પડે છે જેવા ંકે વિજ્ઞાન અને ટેકનોલોજીનું મ્યુઝીયમ, ટેક્ષટાઇલ્સ મ્યુઝીયમ, પુરા-વસ્તુઓનું મ્યુઝીયમ, મહાન નેતાઓના સ્મૃતિ-સંગ્રાહાલયો, મેડિકલ કોલેજનું મ્યુઝીયમ, ચિત્ર-વીથિકા, ફિલાટેલિક મ્યુઝીયમ તેમજ બહુ-ઉદ્દેશીય સંગ્રહસ્થાન (અં.મલ્ટી-પર્પઝ મ્યુઝીયમ).
''સરદાર વલ્લભભાઇ પટેલ સંગ્રહસ્થાન એક બહુ-ઉદેૃશીય સંગ્રહસ્થાન છે. આથી જ ટેક્ષટાઇલ્સ થી માંડીને પોર્સિલીન, કાચકામ, ધાતુકામ, ચિત્રકામ, પ્રાચીન પુસ્તકો, કાષ્ઠ-કોતરણી, સ્ટફડ પશુ-પક્ષીઓ, દરિયાઇ નમૂનાઓ- જેવા કે છીપકામ, વૈવિઘ્યસભર શંખો, પરવાળાના ખડકો(અં.કોરલ્સ) ઉપરાંત નૈર્સગીક અકીકના કીંમતી પથ્થરોમાં ચંદ્ર ની કળા તથા ગ્રહણના દર્શન આવા કંઇક નમૂના અહીં સંગ્રહાયા છે. આમ વિવિધ વસ્તુ-વિષયના નયરનરમ્ય અલભ્ય નમૂનાઓ આ સંગ્રહસ્થાનમાં આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. નોંધણીમાં સરળતા રહે તે હેતું થી આ તમામ નમૂનાઓને બ ત્ઃ ર વિભાગોમાં વહેંચી નાંખવામાં આવ્યા છે.
આ મ્યુઝીયમમાં હાલમાં આશરે અગિયાર હજાર જેટલા નમૂના સંગ્રહીત છે, જેમાં કેટલીક કલાકૃતિઓ તો ભેટ તરીકે પ્રાપ્ત થયેલી છે. આવા કેટલાક ભેટ મળેલા નમૂનાઓ અત્રે ઉલ્લેખનીય છે. જેમ કે, દાદાવાળા કુંટુંબના વાડી ફળીયાના જુના મકાનની આગળનો ભાગ, જેમાં લાકડાની સુંદર કોતરણી કરેલી છે. તેમજ ૧૭ મી સદીનો વૈષ્ણવ સંપ્રદાયનો આ જ કુંટુંબમાં વપરાતો રથ સરસ્વતી બેન સોભાગચંદ શાહ તરફથી ફ્રેન્ચ-પોર્સિલીનના માનવ અને પ્રાણી આકૃતિના ફલાવર-પોર્ટના લઘુ નમૂના ભેટ મળ્યા છે. સૂરતના માજી નગરપતિ શ્રી નવિનચંદ્ર કાલીદાસ ભરતિયા તરફથી શ્રી કુષ્ળની બાળ લીલાના હસ્તચિત્રિત લઘુચિત્રો નંગ ર૮૭ તેમજ ઓખા-હરણનાં લઘુચિત્રો, પ્રો.ચાંદાભાઇ અમીરુદ્દીન મૂછાલાનું વિવિધ તરકીબોવાળું રાઇટીંગ-ડેસ્ક જે કાષ્ઢ કોતરણીનો સુંદર નમૂનો છે, ડભોઇવાળાના ઇસ્ટ-ઇન્ડિયા કંપનીના વખતમાં તૈયાર થયેલા સીસમના લાકડાના સુંદર કોતરણીવાળા સોફાઓ, ડ્રેસીંસ ટેબલ વિગેરે ભેટ મળ્યા છે. અત્રેના માજી માનદ નિયામક શ્રી રાજેન્દ્ર સૂરકાથાએ પણ અંજતાના ભીંત ચિત્રોની કાપડ પરની પુરાણી અનુકૃતિઓ ૮ચભ.ીયહબ૯ ઉપરાંત પોતાના કલાકૃતિઓ ભેટ આપી છે. જયારે મુંબઇના ટાટા ટ્રસ્ટ તરફથી પોર્સિલીનના સુંદર નમૂનાઓ લોન પર પ્રાપ્ત થયા છે. દિલ્હીના નેશનલ મ્યુઝીયમે જુદી-જુદી કલમોના લઘુચિત્રો તેમજ કેટલીક શિલ્પકૃતિઓ ભેટ આપ્યા છે.
આ સંગ્રહસ્થાન પ્રાચીન હોવાથી તેનો ભૂતકાળ પણ રસમય છે. માનવજીવનની જેમ સમયના વહેણ સાથે ચડતી-પડતી પણ આ શતાયુ પ્રાપ્ત સંગ્રહસ્થાને દીઠી છે અને પડતીના, વિપદાના સમયના પડકારો એણે ઝીલ્યા છે. શત-શત અબ્દના તેના ઇતિહાસમાં તેને વાગેલી કાળની થાપટોમાં સૂરતમાં આવેલી તાપીના પૂરની થાપટો વધુ ઉગ્ર રહી છે. ચોકબજારના નીચાણવાળા વિસ્તારમાં આવેલું આ સંગ્રહસ્થાન સન ૧૯પ૯ની જળરેલમાં પ્રથમવાળ સપડાયું. ત્યારબાદ ૧૯૬૮ની ભયંકર રેલમાં જયારે લગભગ નેવું ટકા શહેરનો વિસ્તાર જલ-નિમગ્ન થઇ ગયેલો ત્યારે તાપીની રેલના પાણી ૯૬ કલાક સુધી નવ ફીટની ઉંચાઇ સુધી સંગ્રહસ્થાનને પલાળતાં રહયાં અને અલભ્ય નમૂનાઓને ભીંજવતા રહયા. કેટલીક વ્યકિતઓની અથિક મહેનતના ફળ સ્વરૂપે બચાવી શકાય એટલા તમામ નમૂનાઓ બચાવી લેવાયા. પરંતુ માનવી ધારે છે શું અને કુદરત કરે છે શું? આખરે માનવી કુદરત સામે પામર છે ને૧ આથી ૧૯૭૦ ની ત્રીજી વારની રેલમાં આ સંગ્રહસ્થાન ફરીથી સપડાયું. આમ ત્રણ વારની ભયંકર રેલના પાણીથી સંગ્રહસ્થાનની અમૂલ્ય, દુર્લભ ૧૩૦૦ જેટલી કલાકૃતિઓ નાશ પામી, કેટલીક બગડી ગઇ તેમજ ખંડિત થઇ જે માટી ખોટ ગણી શકાય.
સંગ્રહસ્થાનના આવા અલભ્ય, અમૂલ્ય ખજાનાને ભવિષ્યમાં કંઇ હાનિ ના પહોંચે અને રાષ્ટ્રીય કલાવારસાને ભાવિ પેઢી માટે સુરક્ષિત રાખી શકાય એવા આશયથી સૂરત મહાનગરપાલિકાના ઉચ્ચાધિકારીઓએ જૂના લેલી વિવિંગ શેડના મકાન ઉપર માળ લેવાનું વિચારેલું. જે મુજબ સને ૧૯૮૭ માં ૬૬ × ૩૩ ફીટ કદની નવી પુરાવસ્તુ વીથિકાનું ઉદધાટન કરવામાં આવ્યું. તદઉપરાંત નીચેની ૬૬ × રર ફીટ કદની ચિત્ર વીથિકાની રચનામાં ફેરફાર કરી ત્યાં 'સ્વતંત્રયોત્તર ભારતીય ટપાલ ટિકિટોની વીથિકા' તૈયાર કરવામાં આવી. સર્વપ્રથમ ૧૯૭૬માં ગુજરાત વર્તુળના પોસ્ટ માસ્તર જનરલ શ્રીયુત આર.કે.સૈયદ તરફથી આ વીથિકાની રચના અંગે પ્રસ્તાવ મુબવામાં આવ્યો જે સૂરત મહાનગરપાલિકાએ ઉલટથી સ્વીકાર્યો. શ્રી સૈયદ જેઓ હવે કેન્દ્ર સરકારના પ્રત્યાયન સચિવાલયમાં સેક્રેટરી (પોસ્ટસ) તરીકે નિવૃત્તિપ્રાપ્ત છે તેમના તથા ભારતીય ટપાલ ખાતાના સક્રિય સહકારથી આ વીથિકાનું સ્વપ્ન સાકાર બન્યું છે. જેણે શાળા-મહાશાળાના વિધાર્થીઓ, સામાન્ય મુલાકાતીઓ તેમજ દેશ વિદેશના ટકિટિસંગ્રાહકો (ફિલાટેલીસ્ટસ) માં રસ પેદા કર્યો છે. આધુનિક ઢબે પ્રદર્શન-રચના વાળી આ બંને વીથિકાઓ સંર્પર્ણપણે વાતાનુંકૂલિત કરવામાં આવી છે.
સૂરતની જનતાની કલારસિકતાના પ્રતિક સમું આ સંગ્રહસ્થાન કલા, સંસ્કૃતિ અને શિક્ષણનું અમૂલ્ય માઘ્યમ હોવા ઉપરાંત 'સંસ્કાર-કેન્દ્ર' તરીકે પણ અગ્રિમ સ્થાન ધરાવે છે, તેના વિકાસમાં શહેરના તેમજ બહારના અનેક નામાંકિત મહાનુભાવોનો સક્રિય ફાળો છે. ઉપરાંત અત્રેના સંગ્રહને વિશેષ ઓપ આપનાર તેમજ દુર્લભ કલાકૃતિઓની વૃઘ્ધિ કરનારા કલાના મર્મજ્ઞ, કદરદાન કેટલાક સજજનોનો ઉલ્લેખ કરી ઋણ સ્વીકાર કર્યા સિવાય ચાલે એમ નથી, જેમ કે સર્વશ્રી રાજેન્દ્ર છોટાલાલ સૂરકાથા, ટી.ડી.દાદાવાળા, નવીનચંન્દ્ર કાલિદાસ ભરતિયા, સરસ્વતીબેન સોભાગચંદ શાહ, અબ્બાસભાઇ બબનભાઇ વહાણવટી, પંડોલ એન્ડ સન્સ, તેમજ માણેકજી એદલજી ડભોઇવાલા, તદઉપરાંત મુંબઇના ટાટા ટ્રસ્ટ, દિલ્હીના રાષ્ટ્રીય સંગ્રાહલય તેમજ સૂરતની આઘ શિક્ષણ સંસ્થા સાર્વજનિક એજયુકેશન સોસાયટીએ પણ આ મ્યુઝિયમના સંગ્રહને સમૃઘ્ધ બનાવવામાં યોગદાન આપ્યું છે.
આ મ્યુઝિયમે જે કુદરતી આફતનો સામનો કર્યો તે ભગીરથ કાર્યમાં વડોદરાની મ્યુઝિયમ અને પિકચર ગેલેરી તથા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના મ્યુઝિયોર્લાજી ડિપાર્ટમેન્ટ અને નવી દિલ્હીના નેશનલ મ્યુઝિયમ ઉપરાંત આ નગરની અનેક નામી-અનામી વ્યકિતઓએ વિના મૂલ્યે મદદ કરીને આપણા દુલર્ભ રાષ્ટ્રીય કલા વારસાને પુનઃ પ્રદર્શન યોગ્ય કરેલો જે તેમનું સર્વનું ઘણું મહત્વનું પ્રદાન હતું.
સૂરત મહાનગરપાલિકાના સંચાલિત સરદાર વલ્લભભાઇ પટેલ સંગ્રહસ્થાન આ સહકાર બદલ ઉપર્યુકત સર્વ સંસ્થાઓ તેમજ નામી-અનામી વ્યકિતઓનું ઋણી છે તથા કલાપ્રિય સુજ્ઞ નગરજનો પાસેથી ભવિષ્યે હાર્દિક સાથ સહકારની અપેક્ષા રાખે છે.