ફન સાયન્સ ગેલેરી
ફન સાયન્સ ગેલેરી સાયન્સ સેન્ટરના પ્રથમ માળ પર આવેલ છે. આ ગેલેરી વૈજ્ઞાનિક સિદ્બાંતોને રમુજ સાથે રજુ કરે છે. આ ગેલેરીમાં પ૦ થી વધુ એકઝિબીટૂસ પદર્શિત છે જે વિજ્ઞાનના વિવિધ સિદ્બાંતો જેવા કે ન્યૂટનના નિયમો, બર્નુલીનો સિદ્બાંત, પકાશના સિદ્બાંતો, વિધ્યતચુંબકીય પ્રેરણ, વિગેરે પર આધારિત છે. આ એકઝિબીટૂસ વૈજ્ઞાનિક સિદ્બાંતોનું સ્પષ્ટ વર્ણન સરળ રીતે રજુ કરી જે તે સિદ્બાંતોનું ચોકકસ અમલીકરણ બતાવે છે. મુલાકાતીઓ પોતાની જાતને પ્રયોગમાં સામેલ કરી, એકઝિબીટૂસ જાતે ઓપરેટ કરી વૈજ્ઞાનિક સિદ્બાંતોને સરળતાથી સમજી શકે છે.