Skip to main content

ડાયમંડ ગેલેરી

ડાયમંડ ગેલેરી સાયન્સ સેન્ટરના બીજામાળ પર આવેલ છે. આ ગેલેરીમાં હીરાના ખનનથી માંડીને પોલીશીંગ સુધીના હીરાના સંપૂર્ણ જીવનચક્રને આઠ દશ્ય-શ્રાવ્ય ખંડો(ઓડિયો વિઝયુઅલ રૂમ) અને સહાયક ગ્રાફીકસ પેનલો દ્વારા દર્શાવવામાં આવ્યા છે. 'હીરાકાકા'નું પાત્ર દરેક શો ને વધુ રસપ્રદ બનાવે છે. ' રફ ' હીરામાંથી પોલીસ્ડ હીરા બનાવવાની સમગ્ર પ્રક્રિયાને સમજાવવા માટે અહીં ઘણા બધા મોડેલ છે, જે હીરાના ખનન, કટીંગ, પોલીશીંગ વિગેરેને અસરકારક રીતે સમજાવે છે. ડાયમંડ ગેલેરી વિશ્વના હીરા ઉધ્યોગમાં ભારતનો અને ખાસ કરીને સુરતનો ફાળો દર્શાવવામાં આવ્યો છે. વિશ્વના મોટા શહેરોની દુકાનોમાં મળતા ૧૦ હીરામાંથી ૯ હીરા ભારતમાં કટ અને પોલીસ કરવામાં આવેલ હોય છે જયારે તેમાંથી ૭પ% હીરાનો ઉજાસ સુરતના હીરા ઉધ્યોગને આભારી છે.


ડાયમંડ ગેલેરીમાં આઠ દશ્ય શ્રાવ્ય ખંડોમાં આઠ નાની ફિલ્મ બતાવવામાં આવે છે. જે હીરાની ખૂબીઓ/ પાસાઓ બતાવે છે. આ ફિલ્મોના નામ અને સમયગાળો નીચે મુજબ છે.

અ.નં નામ સમયગાળો
૧. પ્રસ્તાવના પઃ૪ર
૨. ઉદભવ ૩:ર૮
૩. ખનન પઃપ૭
૪. ગુણધર્મ પઃ૪૬
૫. પ્રોસેસીંગ-૧ ૬:૧પ
૬. પ્રોસેસીંગ-ર ૪:૧૦
૭. ૪ C’s ૭:૦૦
૮. સુરત અને હીરા ૮:૪૬

આ ડાયમંડ ગેલેરી પોતાની રીતની ભારતની એકમાત્ર ગેલેરી છે, જયાં હીરા ઉધ્યોગની મુલાકાત લીધા વગર આપણે હીરાના પ્રોસેસીંગનો અનુભવ કરી શકીએ છીએ આ ગેલેરી સુરત ડાયમંડ ઇન્ડસ્ટ્રી અને ઇન્ડીયન ડાયમંડ ઇન્સ્ટીટયુટ, સુરત ના અથાગ સહકાર તથા અન્ય સ્થાનિક સહકારને કારણે અસ્તિત્વમાં આવેલ છે.