Surat Fort

Online tickets for the same day can be booked till 03:00 PM. Entry to Fort will be restricted after 04:10 PM.
જે તે દિવસની ટિકિટનું ઓનલાઇન બુકીંગ બપોરે ૦૩:૦૦ કલાક સુધી કરી શકાશે. મુલાકાતીઓને કિલ્લામાં ૦૪:૧૦ કલાક પછી પ્રવેશ આપવામાં નહીં આવે.
The Historical Fort of Surat was inaugurated virtually by Honourable Prime Minister of India on 29th September, 2022 after the successfully completion of restoration process assigned by the Government of Gujarat to Surat Municipal Corporation in the year 2015.
સુરતના ઐતિહાસીક કિલ્લાનાં સંરક્ષણની જવાબદારી વર્ષ ૨૦૧૫માં ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સુરત મહાનગરપાલિકાને સોંપેલ, જે સફળતા પૂર્વક પૂર્ણ થતાં તેનું લોકાર્પણ ભારતના માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના વરદ હસ્તે વર્ચ્યુઅલી દિનાંક ૨૯ સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ કરવામાં આવ્યું હતું.

History of Surat Fort

Though in context of the identity of Surat in medieval times many views have been expressed by different historians, in all the historical narratives Surat has emerged as one of the major ports of international importance on the map of the world trade. A Portuguese traveller named Barbosa during his visit to Gujarat in 1514 has described Surat as a city of great trade in all classes of merchandise, a very important seaport yielding a large revenue to the king, and frequented by many ships from Malabar and many other ports.

Shortly before Barbosa was in Gujarat, Surat is said to have been burnt by the Portuguese in 1512. Surat reportedly suffered from a wholly unprovoked, and piratical raid, in 1530, a second time by the Portuguese under the leadership of Antonio da Silvaria. Though the assailants were opposed by a guard of 300 horses and 10000 foot soldiers, but at the first charge the defenders fled, and the town was taken and burnt. As they were still at the war with the Gujarat King, the Portuguese again burnt Surat in the next year, 1531. The Ahmedabad king Sultan Mahmud Shah III (1538-1554), who was very much annoyed by these frequent destruction of Surat, ordered for building a very strong castle and entrusted the work to Safi Agha, a Turkish soldier who had been ennobled with the title of Khudawand Khan. He was provided with substantial budget and was ordered to plan and build a very strong castle. Khudawand Khan initially selected three alternative sites for building the castle. The main aim of the construction of the Fort was to fortify the defence against the Portuguese. The Fort was built on an irregular square in plan and of Portuguese in style.

The height of the Fort wall was 20 Gaj (Yard) and 15 meters wide at each corner there is a large round bastion having 12. 2 meter height and the thickness of the wall was 4.1 meter.

In order to counteract the attack of the Portuguese, Khudavand made adequate defence arrangements by installing the cannons. Since the king wanted to build a very strong Castle, the component units of the masonry were bonded or fastened together with iron strips and the joints were filled by pouring the melted lead.

Although during the Restoration of the Fort, during the research and by excavation and explorations it is found that long ago by the Tughalaq dynasty (c. 1351-1388 A.D.) a Fort was built on the bank of river Tapi in Surat, which was relatively smaller than the present Fort. The Fort was subsequently altered, modified and extended as per the needs of the occupier i.e. mainly during the possession of Sultanate period, Mughals, British period and after the independence by various Government offices.

In the year 2015, the Government of Gujarat has given the responsibilities of conservation and restoration of historical Fort of Surat to Surat Municipal Corporation. Surat Municipal Corporation has carefully examined and appointed various able agencies to carry out conservation and restoration work of the Fort.


Ticket Rates and Timings of Visit

Timing for Visit
Tuesday to Sunday 10:00 am to 06:00 pm

Ticket Selling Timing
Tuesday to Sunday 10:00 am to 04:10 pm

Tickets
  • 3 Years to 16 Years
    Rs.50/-
  • 17 Years to 60 Years
    Rs.100/-
  • Above 60 Years
    Rs.50/-
  • Foreigner Visitors (All age group)
    Rs.500/-
  • Photography / Videography by DSLR camera or mirror-less camera
    Rs.500/-

Professional Photography and Videography Charges

Particulars Photography Videography
Per Hour Rs. 3191/- Rs. 6381/-
Per Day Rs. 31907/- Rs. 63815/-

Professional Photography and Videography Charges (25% more) on Mondays and Public Festivals and Holidays

Particulars Photography Videography
Per Hour Rs. 3989/- Rs. 7976/-
Per Day Rs. 39884/- Rs. 78769/-
The Fort will remain closed on every Monday and few National holidays and major holidays like Dhuleti, Diwali, Uttarayan, Anand Chaudas Etc.

સુરતના કિલ્લાનો ઈતિહાસ

મધ્યયુગીન કાળમાં સુરતની ઓળખના સંદર્ભમાં, વિવિધ ઇતિહાસકારો દ્વારા ઘણા બધા વિચારો વ્યક્ત કરવામાં આવ્યા છે, તમામ ઐતિહાસિક વાતોમાં સુરત વિશ્વ વેપારના નકશા પર આંતરરાષ્ટ્રીય મહત્વના મુખ્ય બંદરો પૈકી એક હતુ તે સત્ય હકીકત પ્રસ્થાપિત થાય છે. ઈ.સ. ૧૫૪૪માં ગુજરાતની મુલાકાત દરમિયાન બારબોસા નામના એક પોર્ટુગીઝ પ્રવાસીએ સુરતને વેપારના તમામ વર્ગોમાં એક મહાન વેપારનું શહેર ગણાવ્યું હતું, જે એક ખૂબ જ મહત્વનું બંદર હતું, તે મોટી આવક અપાવતુ, અને માલાબાર અને અન્ય ઘણા બંદરોથી ઘણા જહાજો વારંવાર આવતા.

બારબોસા ગુજરાતમાં આવ્યા તેના થોડા સમય પહેલાં, સુરતમાં ઈ.સ. ૧૫૧૨માં પોર્ટુગીઝો દ્વારા આગજની કરી હતી તેમ માનવામાં આવે છે. એન્ટોનિયો દા સિલ્વારિયાના નેતૃત્વ હેઠળ પોર્ટુગીઝો દ્વારા બીજી વાર ઈ.સ. ૧૫૩૦માં સુરતને ચાંચિયાગીરી હેઠળ લૂંટવામાં આવ્યું હતું. જોકે હુમલાખોરોનો ૩૦૦ ઘોડાઓ અને ૧૦૦૦૦ પગપાળા રક્ષકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો, પરંતુ તેઓ રક્ષણ કરવામાં વિફળ રહ્યા હતા, અને શહેરને બાનમાં લઈ લેવામાં આવ્યું હતું અને છેલ્લે બાળવામાં આવ્યું હતું. પોર્ટુગીઝો ગુજરાતના રાજાઓ સાથે સતત યુધ્ધમાં હતા, તથા ઈ.સ. ૧૫૩૧માં ફરી સુરતમાં આગજની કરવામાં આવી હતી. અમદાવાદના રાજા સુલતાન મહમુદ શાહ ત્રીજા (૧૫૩૧−૧૫૫૪), સુરતના આ વારંવાર વિનાશથી ખૂબ જ નારાજ હતા, તેમણે ખૂબ મજબૂત કિલ્લો બાંધવા માટે નાઝિમ ખ્વાજા સફર સલમાનીને આ કામ સોંપવામાં આવ્યું, તે એક તુર્કીશ સૈનિક હતા તથા તેમને ખુદાવંદ ખાનના ખિતાબથી નવાજવામાં આવ્યા હતા.

તેમણે નોંધપાત્ર નાણાકીય જોગવાઈ પૂરી પાડવામાં આવી હતું અને એક ખૂબ મજબૂત કિલ્લો કરવાની યોજના તૈયાર કરી તેને બાંધવા માટે આદેશ આપ્યો હતો. ખુદાવંદ ખાને શરૂઆતમાં કિલ્લાના નિર્માણ માટે ત્રણ વૈકલ્પિક સ્થળોની પસંદગી કરી હતી. આ કિલ્લાનું નિર્માણ મુખ્ય હેતુ પોર્ટુગીઝ સામે સંરક્ષણને મજબૂત બનાવવાનું હતું. કિલ્લાની યોજના સચોટ ચારસ આકારમાં ન હતી. કિલ્લાની દિવાલની ઊંચાઈ ૨૦ ગજ (યાર્ડ) હતી અને દરેક ખૂણામાં ૧૫ મીટર પહોળી હતી. ૧૫.૨ મીટર ઊંચાઇ ધરાવતા વિશાળ ગોળ બુર્જ અને દીવાલની જાડાઈ ૪.૧ મીટર હતી.

પોર્ટુગીઝોના હુમલાનો સામનો કરવા માટે, ખુદાવંદને તોપો સ્થાપિત કરીને પર્યાપ્ત સંરક્ષણ વ્યવસ્થા કરી. રાજા ખૂબ મજબૂત કિલ્લો બાંધવા ઇચ્છતા હોવાથી, ચણતરમાં પથ્થરોને ચૂનાના મજબુત ચણતર બાદ લોખંડની પાટ સાથે જોડી અને પીગળેલા સીસાને રેડી સાંધા ભરવામાં આવ્યા હતા.

કિલ્લાની સંરક્ષણ કાર્ય દરમિયાન કરવામાં આવેલ સંશોધન અને ઉત્ખનન દરમિયાન જાણવા મળ્યું કે કિલ્લાનો અમુક ભાગ તુઘલકકાળ (ઈ.સ. ૧૩૫૧−૧૩૮૮) દરમિયાન સુરતમાં તાપી નદીના કાંઠે બાંધવામાં આવ્યું હતું, જે પ્રમાણમાં નાનો કિલ્લો હતો. કિલ્લામાં ત્યારબાદ શાસનમાં આવેલા નવા માલિકોની જરૂરિયાત મુજબ કિલ્લામાં સુધારા અને વિસ્તૃતકાર્ય નિરંતર કરવામાં આવ્યું હતું. મુખ્ય સુધારા અને વિસ્તરણકાર્ય સલ્તનત કાળ, મુઘલો અને બ્રિટિશ કાળ તેમજ સ્વતંત્રતા મળ્યાબાદ વિવિધ સરકારી કચેરીઓના ભોગવટા દરમિયાન પણ કિલ્લાના મૂળ બંધારણમાં પરિવર્તન થયા હતા.

વર્ષ ૨૦૧૫માં આ ઐતિહાસીક કિલ્લાના સંરક્ષણકાર્યની જવાબદારી ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સુરત મહાનગરપાલિકા દ્વારા જીણવટભર્યા અભ્યાસ તથા સંરક્ષણકાર્યના નિષ્ણાત ઈજારદારોને સંરક્ષણકાર્યની જવાબદારી સોંપી સમગ્ર કામગીરી આયોજનબધ્ધ રીતે આદરવામાં આવી છે.


ટિકિટના દર અને ટિકિટ વેચાણનો સમય

મુલાકાતનો સમય
મંગળવાર થી રવિવાર ૧૦:૦૦ થી સાંજે ૦૬:૦૦ કલાક

ટિકિટ વચાણનો સમય
મંગળવાર થી રવિવાર ૧૦:૦૦ થી સાંજે ૦૪:૧૦ કલાક

ટિકિટ
  • ૩ થી ૧૬ વર્ષ
    રૂ. ૫૦/-
  • ૧૭ થી ૬૦ વર્ષ
    રૂ. ૧૦૦/-
  • ૬૦ વર્ષથી ઉપર
    રૂ. ૫૦/-
  • વિદેશી મુલાકાતી (તમામ વયજૂથના)
    રૂ. ૫૦૦/-
  • ડી.એસ.એલ.આર. કેમેરાથી અથવા મિરરલેસ કેમેરાથી ફોટોગ્રાફી / વિડીયોગ્રાફી
    રૂ. ૫૦૦/-

પ્રોફેશનલ વિડિયોગ્રાફી ફોટોગ્રાફીના ચાર્જ

વિગત ફોટોગ્રાફી વિડિયોગ્રાફી
પ્રતિ કલાક રૂ. ૩૧૯૧/- રૂ. ૬૩૮૧/-
પ્રતિદિન રૂ. ૩૧૯૦૭/- રૂ. ૬૩૮૧૫/-

સોમવાર તથા જાહેર તહેવાર તેમજ રજાના દિવસો કે જે દરમ્યાન કિલ્લો જાહેર જનતા માટે બંધ હોય ત્યારે વ્યવસાયિક/ પ્રોફેશનલ ફોટોગ્રાફી તેમજ વિડીયોગ્રાફી કરવાના દર (૨૫%) વધારા લેખે

વિગત ફોટોગ્રાફી વિડિયોગ્રાફી
પ્રતિ કલાક રૂ. ૩૯૮૯/- રૂ. ૭૯૭૬/-
પ્રતિદિન રૂ. ૩૯૮૮૪/- રૂ. ૭૮૭૬૯/-
કિલ્લો આખા વર્ષ દરમિયાન દર સોમવારે તેમજ કેટલીક રાષ્ટ્રીય અને મુખ્ય રજાઓ જેવી કે દિવાળી, ધૂળેટી , ઉત્તરાયણ, આનંદ ચેોદસ વિગેરે દિવસે સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે.