Image showing Pensioner Hayati / Jeevan Pramaan

Surat Municipal Corporation (SMC) provides regular pension payments to its pensioners. Pensioners are required to visit SMC office in person for their Hayati every year to continue receiving their pension. This process poses challenges to those who are physically unfit, unable to travel or resides outside Surat.

To simplify the life certificate submission process for its pensioners, SMC has implemented the Government of India's Jeevan Pramaan platform. This allows pensioners to generate their Digital Life Certificates (DLC) from anywhere using Aadhaar-based authentication, eliminating the need for in-person visits and ensuring convenience for all pensioners.

Pensioners can download the Jeevan Praman user manual from the GoI's below mentioned website:

The users are required to download and intall (1) Aadhaar Face RD and (2) Jeevan Pramaan App:

Download AadhaarFaceRd App from Google Play Store & Apple App Store:

AadhaarFaceRd - Android App on Google Play Store SMC - Apple App on Apple App Store

Download Jeevan Pramaan App from Google Play Store & Apple App Store:

AadhaarFaceRd - Android App on Google Play Store SMC - Apple App on Apple App Store

Digital Life Certificate Generation

Pensioners of Surat Municipal Corporation (SMC) can digitally generate their life certificate using the Aadhaar-based Jeevan Pramaan mobile app.

Ease with Aadhaar-Based Facial Recognition

The mobile app simplifies the process by enabling easy generation of digital life certificates through Aadhaar-based facial recognition technology.

No Need for Physical Visits

Pensioners are no longer required to visit SMC offices annually. They can complete the life certificate process at their convenience, from any location.

Notifications and Confirmations

SMC will send SMS notification and confirmations regarding their life certificate status.

Accessibility for All

The process is particularly beneficial for those who are physically challenged or reside outside Surat, making the verification process more accessible and hassle-free.

Enhanced Efficiency

The initiative will reduce the work related to hayati process at SMC offices and improve the efficiency.

સુરત મહાનગરપાલિકા દ્વારા પેન્શન ધારકો ને નિયમિત પેન્શનની ચુકવણી કરવામાં આવે છે. પેન્શન ચાલુ રાખવા માટે પેન્શન ધારકની હયાતી દર વર્ષે નિયત કરેલ સમય દરમ્યાન કરવાની રહે છે અને તે માટે જેતે પેન્શનરે સુરત મહાનગરપાલિકાની કચેરીની મુલાકાત લેવી પડે છે. શારીરિક રીતે અશક્ત હોય, સુરત બહાર રહેતા હોય અથવા અન્ય કોઈ કારણસર નિયત કરેલ સમય દરમ્યાન હયાતી માટે આવી ન શકે તેવા પેન્શનરોને હયાતી બાબતે મુશ્કેલીઓ અને પ્રશ્નો ઉપસ્થિત થાય છે.

સુરત મહાનગરપાલિકાના પેન્શનરો માટે હયાતીની પ્રક્રિયાને સરળ બનાવવાના હેતુથી ભારત સરકારશ્રીના જીવન પ્રમાણ પ્લેટફોર્મનો ઉપયોગ કરી પેન્શનરો પોતાના સાનુકુળ સ્થળેથી આધાર આધારિત ઓથેન્ટીકેશન થકી ડીજીટલ લાઈફ સર્ટીફીકેટ જનરેટ કરી હયાતી કરાવી શકે તે મુજબની સુવિધા શરુ કરવામાં આવેલ છે.

પેન્શનરો ભારત સરકારની નીચે દર્શાવેલ વેબસાઇટ પરથી જીવન પ્રમાણ એપ્લિકેશન માટેનું યુઝર મેન્યુઅલ ડાઉનલોડ કરી શકે છે:

વપરાશકર્તાઓએ (1) Aadhaar Face RD અને (2) Jeevan Pramaan એપ ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરવાની રહેશે:

ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પરથી AadhaarFaceRd App એપ ડાઉનલોડ કરો:

AadhaarFaceRd - Android App on Google Play Store SMC - Apple App on Apple App Store

ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પરથી Jeevan Pramaan App એપ ડાઉનલોડ કરો:

AadhaarFaceRd - Android App on Google Play Store SMC - Apple App on Apple App Store

ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ જનરેશન

સુરત મહાનગરપાલિકાના પેન્શનરો, આધાર આધારિત જીવન પ્રમાણ મોબાઈલ એપનો ઉપયોગ કરી હયાત હોવા બાબતનું જીવન પ્રમાણપત્ર ડિજિટલી જનરેટ કરશે.

આધાર-આધારિત ચહેરાની સરળ ઓળખ

આધાર બેઇઝ્ડ ફેસ રેકગ્નીશનના ઉપયોગથી જીવન પ્રમાણ મોબાઈલ એપથી ડીજીટલ જીવન પ્રમાણપત્ર જનરેટ કરવું ખુબજ સરળ છે.

શારીરિક મુલાકાતની જરૂર નથી

પેન્શનધારકોને દર વર્ષે શારીરિક રીતે સુરત મહાનગરપાલિકાની કચેરીમાં હાજર થવાની જરૂરિયાત નહીં રહેશે અને તેઓ પોતાના સાનુકુળ સમયે અને સાનુકુળ સ્થળેથી હયાતી કરી શકશે.

નોટિફિકેશનસ અને કન્ફરમેશન

પેન્શનરોને ડીજીટલ જીવન પ્રમાણ સર્ટીફીકેટથી હયાતી બાબતે નોટીફીકેશન અને કન્ફરમેશન સુરત મહાનગરપાલિકા દ્વારા SMS મારફત પૂરું પાડવામાં આવશે.

બધા માટે સુલભતા અને સરળતા

શારીરિક રીતે અશક્ત હોય અથવા સુરત બહાર રહેતા હોય તેવા પેન્શનરો માટે હયાતીની પ્રક્રિયા સરળ બનશે.

કાર્યક્ષમતામાં વધારો

સુરત મહાનાગરપાલિકાની કચેરી ખાતે હયાતીની કામગીરી હળવી થશે અને વધુ કાર્યક્ષમ બનશે.