Profession Tax Recovery Cell


Divisional Head
Dy. commissioner(Fa.)
Name of Department
Profession Tax Recovery Cell
Chief Officer
Profession Tax Officer
Working Area
Registration and Recovery Working Procedure of under the profession tax act
Sr# Detail of the Frequently Asked Question(continuously) Arised Questions Details of the done or to be done procedure for solve/removal it
1 From when Surat Municipal Corporation has given the authority to collect the tax from the tax payer Under the Profession, business trade and employment tax act, 1976 of Gujarat State? Under the notification dt.01/10/06 of Government of Gujarat to given the authority as a collecting agent from the enrollment (E.C) tax payer. After that proceeding of this act from dt.01/04/2008 "Designated Authority" has been declared.
2 To whom this act is applicable? As per the said related person, class and groups who are included in profession, business, trade and employment in the Gujarat State are included in the schedule entry no. 2 to 10. Said schedule has been published in the website of Surat Municipal Corporation for information to the public / tax payer.
3 From when and where registration will be done under this act? Under this act included tax payer will be made registration within 60 days from the date of start the business / profession. Registration has been done in the zone of Municipal Corporation from where shop, organization, office or place of business located in that zone tax payer will be made registration.
4 In which form applicant will make application at the time of registration under this said act and which evidence will be attached with this application? For the registration of enrollment certificate with from no.3 tax bill of the property where organization established, evidence of to start the business, evidence copy of Gumasta License, Rent agreement if place is on the rent, if having partnership firm then partnership agreement, if organization is private public limited company then copy of memorandum of association and article of association will be submitted by the tax payer.
5 From which date tax amount will be paid by the tax payer who holding the enrollment certificate (E.C) during the financial year? Generally profession tax of whatever financial year will be paid within 30th September who are registered before 30th September.
6 Where and in which office paid the Enrollment / E.C. tax payer? Said tax amount will be paid in the City Civic Center of the zone where organization of the tax payer situated.
7 How much interest will be collect for the late payment of said tax? On the late payment of the said tax monthly 1% means annualy 12% interest will be payable.
8 In which rate penalty will be paid for the late registration and payment by the enrollment /E.C tax payer?

E.C. Interest is levied on the principal amount of business tax at the rate of 12 per cent as per rule for taxpayers after 30th September. In the month of October, a demand notice in Form-12 is issued to the defaulting taxpayers and if they do not pay the business tax by 31st October, interest on the principal amount of business tax is levied in installments as mentioned below.+ phased penalty.

From 1st November to 31st December 5%
From 1st January to 31st March 10%
From 1st April to 30th June 15%
From 1st July 20%
9 If any organization having one or more branches/division pay separate profession tax by obtaining separate number or not? Under the notification, dtd. 01/04/2008 of government if any firm, company, corporation or other established organization association, any society club or association's every branch assumed as a separate person for assessment of taxes and purposes to received taxes. Therefore These type of all branches/divisions get obtain separate enrollment or to pay separate professional tax for it.
10 When and in which circumstances enrolled/E.C. Tax payers will have get release from to pay profession taxes? (1) More than 65 year's alive person. (2) Person who gave 40% or more physical defect whom having certificate of civil surgeon. (3) Tax payers who having yearly turnover less than Rs.2.5 Lack as per stated in entry no.7.
11 Which professions to pay the profession tax Under this act? All the registered partnership firms, all the factory owners, all the shopkeepers, all the merchants whose yearly turn over is more than Rs.2.50 lack, permit holder of the transport vehicle, money financer, owner of the petrol pumps, Limited Companies, all the banks, Cooperative societies, Estate Agents, Brokers, Building Contractors, all video parlors, video libraries, other professions like legal advisors, solicitors, doctors, Insurance Agents, etc…. (For full list to see the schedule)
12 If not paying such tax, which is to be paid every year? Designated authority can collect taxes, penalty and interest by selling the property of the defaulter, by putting attachment on the bank account, and also by filed police case.
13 In the salary dearness allowance also be included? In salary basic salary in addition dearness allowance and other whatever extra wages regularly receive to the staff that all the facilities and share from the profit paying in place of salary that it will all included (as per the term stated in Section-17 of Income Tax Act.)
14 Which is not included in the salary? Any type of bonus and gratuity not to be included in it.
15 Such staff member how much tax pay in every month? If the monthly salary is more than Rs.12000/- then professional tax of Rs.200/- per month has to be paid.
Note- According to the notification Dt.01/04/2022 of the State Government, the rate of Professional tax for monthly salary earners up to Rs.12000 has been changed to "00"
16 How this tax paid by the staff? This tax not to pay by staff self but employer of the staff will have deduct it from his salary and to pay it designated authority means Surat Municipal Corporation. Thus responsibility to pay this tax is of on the employer.
17 If employer will not to pay the profession tax by deducting from the salary? If, employer will not to pay by such way by deducting tax from salary than designated authority having authority to collect due amount from the faulty employer under the land revenue code, such authority will be attached tha bank account of employer and make prosecution (Police Case) under the provision of law.
18 Should compulsory registration necessary to Employer? Employer should compulsory make registration if any one of the staff member will have to deduct the tax.
19 Any form will be decided for registration? Yes, application has been done in Form No.1.
20 What is the arrangement to deposit such tax by employer? If employer having 20 members of staff than after completing the month within 15 days and if numbers of staff member is less than 20 than after completing three month within 15 day deposited by complete the detail declaration on form No.-5.
21 If any of the employer will not deposited the tax amount by deducting from the salary of staff member within time in designated authority than what to do? For whatever time late payment for that time interest will be paid 12% yearly.

વિભાગીય વડાશ્રી
ડે. કમિશનર (ફા.)
ખાતા/ ઝોનનુ નામ
પ્રોફેશન ટેક્ષ રીકવરી સેલ
ખાતાધિકારીશ્રી
વ્યવસાયવેરા અધિકારી
લાગત કાર્યક્ષેત્રની વિગત
વ્યવસાયવેરા કાયદા અન્વયે નોંધણી અને વસૂલાતની કામગીરી
Sr# (વારવાર પુછાતા/ ઉદભવતા પ્રશ્ન) ની વિગત તેના ઉકેલ નિવારણ અર્થે કરવામા આવેલ/ કરવા જોગ કામગીરીની વિગત
1 મહાનગરપાલિકાઓને ગુજરાત રાજય વ્યવસાય‚ વ્યાપાર‚ ધંધા અને રોજગાર વેરા અધિનિયમ ૧૯૭૬ હેઠ્ળ એનરોલમેન્ટ સર્ટિફીકેટ (ઇ.સી.) કરદાતાઓ પાસેથી ક્યારથી વેરો ઉઘરાવવાની સત્ત્તા આપેલ છે? રાજ્ય સરકારશ્રીનાં જાહેરનામા અન્વયે તા.૦૧/૧૦/૨૦૦૬ થી એનરોલમેન્ટ (ઇ.સી.) કરદાતાઓ પાસેથી કલેકટીંગ એજન્ટ તરીકે સત્ત્તા આપવામાં આવી હતી. ત્યારબાદ તા.૦૧/૦૪/૨૦૦૮ થી આ કાયદાનાં અમલીકરણ માટે “મુકરર સત્ત્તામંડળ” જાહેર કરવામાં આવેલ છે.
2 આ કાયદો કોને લાગુ પડે છે? સદર કાયદા મુજબ ગુજરાત રાજયમાં વ્યવસાય‚ વ્યાપાર‚ ધંધા અને રોજગાર સાથે સંકળાયેલ વ્યકિત‚વર્ગો અને સમૂહો કે જેનો શીડયુલની એન્ટ્રી નંબર ૨ થી ૧૦ માં સમાવેશ કરવામાં આવેલ છે. સદર શીડયુલ મહાનગરપાલિકાની વેબસાઇટ ઉપર જાહેર જનતા/કરદાતાઓની જાણકારી માટે પ્રસિધ્ધ કરવામાં આવેલ છે.
3 આ કાયદા હેઠળ નોંધણી કયારે કરવાની રહે છે અને કયાં કરવાની રહે છે? આ કાયદા હેઠળ સમાવિષ્ટ થતા કરદાતાઓએ ધંધો/કામકાજ શરૂ કર્યાની તારીખથી દિન ૬૦માં નોંધણી કરાવવાની રહે છે. કરદાતાનું ધંધાનું સ્થળ દુકાન‚સંસ્થા‚ઓફીસ મહાનગરપાલિકાના જે ઝોનમાં આવેલ હોય તે ઝોનમાં કરદાતાએ નોંધણી કરાવવાની રહે છે.
4 સદર કાયદા હેઠળ નોંધણી કરાવતી વખતે અરજ્દારે કયા ફોર્મમાં અરજી કરવાની રહે છે તથા અરજીની સાથે કયા કયા પુરાવાઓ સામેલ કરવા પડે છે? કરદાતાએ એનરોલમેન્ટ સર્ટીફીકેટની નોંધણી માટે નમૂના ફોર્મ.નં ૩ની સાથે જે જગ્યાએ તેમની સંસ્થા આવેલ છે તે જગ્યાનું મહાનગરપાલિકાનું મિલકતવેરાનું બીલ‚ કામકાજ શરૂ કર્યાનાં પુરાવા ગુમાસ્તાધારા લાયસન્સની નકલ‚જગ્યા ભાડાની હોય તો ભાડાકરાર‚ ભાગીદારી પેઢીઓ હોય તો ભાગીદારીનો કરાર‚ જો સંસ્થા પ્રાઇવેટ પબ્લીક લિમિટેડ કંપની હોય તો મેમોરેન્ડમ ઓફ એસોસિએશન અને આર્ટીકલ ઓફ એસોસિએશનની કોપી રજૂ કરવાની રહે છે.
5 એનરોલમેન્ટ સર્ટીફીકેટ ધરાવતા કરદાતાએ (ઇ.સી.) નાણાંકીય વર્ષ દરમિયાન તેના વેરાનાં નાણાં કઇ તારીખ સુધીમાં ભરવાના રહે છે? સામાન્ય રીતે ૩૦ મી સપ્ટેમ્બર પહેલા રજીસ્ટર થયેલા કરદાતાઓએ ૩૦ સપ્ટેમ્બર સુધીમાં જે તે નાણાંકીય વર્ષનો વ્યવસાયવેરો ભરપાઇ કરવાનો રહે છે.
6 એનરોલમેન્ટ/ઇ.સી. કરદાતાએ કયાં કઇ કચેરીમાં ભરપાઇ કરવાનાં રહે છે? કરદાતાની સંસ્થા જે ઝોનમાં આવેલ હોય તે ઝોન કચેરીનાં નાગરિક સુવિધા કેન્દ્રમાં સદર વેરાના નાણાં ભરપાઇ કરવાના રહે છે.
7 સદર ટેક્ષની વિલંબીત ચૂકવણી ઉપર કેટલા ટકા પ્રમાણે વ્યાજ વસુલવામાં આવે છે? સદર કરની વિલંબીત ચૂકવણી ઉપર માસિક એક(૧) ટકાના દરે એટલે કે વાર્ષિક બાર(૧૨) ટકાના દરે વ્યાજ ચૂકવવાનું રહે છે.
8 એનરોલમેન્ટ/ઇ.સી. કરદાતાઓએ વિલંબીત રજીસ્ટ્રેશન અને ચૂકવણી ઉપર કયા દરે દંડ/પેનલ્ટી ચૂકવવાની રહે છે? ઇ.સી. કરદાતાઓ માટે તા.૩૦ મી સપ્ટેમ્બર બાદ નિયમાનુસાર ૧૨ ટકા ના દરે વ્યવસાયવેરાની મુળ રકમ પર વ્યાજની વસુલાત કરવામાં આવે છે. ઓકટોબર માસમાં ડીફોલ્ટર કરાદાતાઓને નમૂના-૧૨ ની ડીમાન્ડ નોટીસ આપવામાં આવે છે અને જો તેઓ તા.૩૧ મી ઓકટૉબર સુધીમાં વ્યવસાયવેરો ભરપાઇ ન કરે તો વ્યવસાયવેરાની મુળ રકમ પર વ્યાજ ઉપરાંત નીચે જણાવ્યા પ્રમાણે તબકકાવાર દંડની વસુલાત કરવામાં આવે છે.
તા. ૧ નવેમ્બરની ૩૧ મી ડીસેમ્બર સુધી ૫%
તા. ૧ જાન્યુઆરીથી ૩૧ માર્ચ સુધી ૧૦%
તા. ૧ એપ્રિલથી ૩૦ જૂન સુધી ૧૫%
તા. ૧ જૂલાઇથી ૨૦%
9 જો કોઇ સંસ્થાની એક કરતા વધુ બ્રાન્ચ/શાખા આવેલ હોય તો તેમણૅ તેવી સંસ્થા/શાખાદીઠ અલગથી નંબર મેળવી દરેક શાખાદીઠ વ્યવસાયવેરાની ચુકવણી કરવાની રહે છે કે કેમ? તા.૧/૪/૨૦૦૮ ના સરકાશ્રીનાં જાહેરનામાં અન્વયે જો કોઇ પેઢી‚ કંપની‚ કોર્પોરેશન અથવા બીજા સંસ્થાપિત મંડળ કોઇ મંડળી કલબ અથવા એસોસિએશનની દરેક શાખાને વેરાની આકારણીનાં અને વેરો લેવાના હેતુઓ માટે અલગ વ્યકિત તરીકે ગણવામાં આવેલ છે. એટલે કે આવી તમામ બ્રાન્ચ/શાખા એ અલગ એનરોલમેન્ટ નંબર લેવાના રહેશે અથવા તેના અલગથી વ્યવસાયવેરો ભરપાઇ કરવાનો રહે છે.
10 ઇ.સી./એનરોલમેન્ટ કરદાતાઓએ કયારે કયા સંજોગોમાં વ્યવસાયવેરો ભરવામાંથી મુકિત મળે છે? (૧) ૬૫ વર્ષથી વધુ વયની જીવંત વ્યકિત (૨) ૪૦ ટકા કે તેથી વધુ શારીરિક ખોડખાપણ ધરાવતી વ્યકિત કે જેને સીવીલ સર્જનનું પ્રમાણપત્ર આપવામાં આવેલ હોય. (૩) એન્ટ્રી નંબર ૭ માં જણાવ્યા અનુસાર વાર્ષિક રૂ.અઢી લાખથી ઓછું ટર્નઓવર ધરાવતા કરદાતાઓ.
11 આ કાયદા હેઠળ કયા કયા વ્યવસાયીઓએ વેરો ભરવાનો થાય ? તમામ રજીસ્ટર્ડ ભાગીદારી પેઢીઓ‚ તમામ ફેકટરી માલિકો‚ તમામ દુકાનદારો‚ વેલ્યુએડેડ ટેક્ષ કાયદાની વ્યાખ્યા મુજબ તમામ વેપારીઓ જેમનું વાર્ષિક ટર્નઓવર રૂ.૨.૫૦ લાખથી વધુ હોય‚ ટ્રાન્સપોર્ટ વ્હીકલની પરમીટ ધરવનારાઓ‚ નાણાં ધીરધાર કરનારાઓ‚ પેટ્રોલપંપના માલિકો‚ લિમિટેડ કંપનીઓ‚ તમામ બેંકો‚ સહકારી મંડળીઓ‚ એસ્ટેટ એજન્ટ્સ‚ બ્રોકર્સ‚ બીલ્ડીંગ કોન્ટ્રાકટર્સ‚ તમામ વીડીયો પાર્લસ‚ વીડીયો લાઇબ્રેરીઝ‚ ફોરવર્ડ કોન્ટ્રેકટ એકટ હેઠળ નોંધાયેલ એસોસિએશનના સભ્યો‚ અન્ય વ્યવસાયીઓ જેવા કે કાયદાના સલાહકારો‚ સોલીસીટર્સ‚ ચિકિત્સકો‚ વીમા એજન્ટો‚ વગેરે (સપૂર્ણ યાદી માટે શિડયૂલ જોવું).
12 આવો દર વર્ષે ભરવાનો થતો વેરો ના ભરે તો ? ડેઝીગ્નેટેડ ઓથોરીટી આવા બાકીદારની મિલ્કત વેચીને‚ બેંક ખાતા ઉપર ટાંચ મૂકીને‚ પોલીસ કેસ કરીને પણ વેરો‚ દંડ‚ વ્યાજની વસુલાત કરી શકશે.
13 આ કાયદા હેઠ્ળ તમામ પગારદાર કર્મચારીએ વ્યવસાયવેરો ભરવાનો થાય ? ના‚ પરંતુ જે વ્યકિત કોઇપણ જગ્યાએ નિયમિત પગારથી નોકરીએ રહેલ હોય તથા તેનો પગાર તા.૦૧/0૪/૨૦૨૨ બાદ માસિક રૂ.૧૨‚૦૦૦/- સુધીના પગારદારોનો વ્યવસાયવેરો ભરવાનો ન થાય.
14 પગારમાં મોંઘવારી ભથ્થાનો પણ સમાવેશ થાય ? પગારમાં મૂળ પગાર ઉપરાંત મોંઘવારી ભથ્થુ તથા અન્ય જે કાંઇ વધારાનું મહેનતાણું નિયમિત ધોરણે કર્મચારીને મળતું હોય તે‚ તમામ સવલતો તથા પગારની જગ્યાએ નફામાં ભાગ ચૂકવાતો હોય‚ તે તમામ(ઇન્કમ ટેક્ષ કાયદામાં કલમ-૧૭માં અપાયેલ પગારની વ્યાખ્યા મુજબ) નો સમાવેશ થાય.
15 પગારમાં શાનો સમાવેશ થતો નથી ? કોઇપણ પ્રકરના બોનસ અને ગ્રેજયુઇટીનો તેમાં સમાવેશ થતો નથી.
16 આવા કર્મચારીએ દર માસે કેટલો વેરો ભરવાનો થાય ? જો માસિક પગાર –  રૂ.૧૨૦૦૦/-થી વધુ  હોય તો મહિને ૨૦૦/-લેખે વ્યવસાયવેરો ભરવાનો થાય. નોંધ- રાજય સરકારશ્રીના જાહેરનામા મુજબ તા.૦૧-૦૪-૨૦૨૨ થી ‍રૂ.૧૨૦૦૦ સુધીના માસિક પગારદારોનો વ્યવસાયવેરાનો દર "૦૦"" કરવામાં આવેલ છે
17 આ વેરો કર્મચારીએ કેવી રીતે ભરવાનો ? આ વેરો કર્મચારીએ જાતે ભરવાનો નથી પરંતુ તેને નોકરીએ રાખનારે તેના પગારમાંથી કાપીને ડેઝીગ્નેટેડ ઓથોરીટી એટલે કે સુરત મહાનગરપાલિકામાં ભરવાનો રહે છે. આમ આ વેરો ભરવાની જવાબદારી નોકરીએ રાખનારની છે.
18 જો નોકરીએ રાખનાર આવી રીતે પગારમાંથી કાપીને વેરો ના ભરે તો ? જો‚ નોકરીએ રાખનાર આવી રીતે પગારમાંથી કાપીને વેરો ન ભરે તો ડેઝીગ્નેટેડ ઓથોરીટીને આવી બાકી લેણી રકમને લેન્ડ રેવન્યુ કોડ હેઠળ કસૂરદાર એમ્પ્લોયર પાસેથી વસુલ કરવાની સત્તા છે આવી ઓથોરીટી કામે રાખનારનું બેંક ખાતું ટાંચમાં લઇ શકશે તેમજ કાયદાની જોગવાઇ હેઠળ પ્રોસીકયુશન (પોલિસ કેસ ) કરી શકશે.
19 એમ્પ્લોયરે ફરજીયાત નોંધણી કરાવવી પડે ? એક કર્મચારીના પગારમાંથી પણ જો વેરો કપવાનો થતો હોય તો તેવા એમ્પ્લોયરે ફરજીયાત નોંધણી કરાવવાની રહે.
20 નોંધણી કરાવવા કોઇ ફોર્મ નક્કી થયેલ છે ? હા‚ ફોર્મ નં.૧ના નમૂનામાં અરજી કરવાની રહેશે.
21 એમ્પ્લોયરે આવો વેરો જમા કરાવવાની શું વ્યવસ્થા છે ? જો એમ્પ્લોયરે ૨૦ કર્મચારીઓ કામે રાખેલ હોય તો માસ પૂરો થયા પછીના દિન-૧૫માં તથા કર્મચારીઓની સંખ્યા ૨૦થી ઓછી હોય તો ત્રિમાસ પૂરો થયા પછીના  દિન-૧૫માં નમુના-૫ ના ફોર્મમાં વિગતો જાહેર કરીને જમા કરાવવાના રહે.
22 જો કોઇ એમ્પ્લોયરે કર્મચારીઓના પગારમાંથી વેરાની રકમ કાપીને ડેઝીગ્નેટેડ ઓથોરીટીમાં સમયસર જમા ના કરાવે તો ? જેટલા સમય રકમ મોડી ભરાય તેટ્લા સમય માટે વાર્ષિક ૧૨ ટકા લેખે વ્યાજ ચૂકવવાનું રહેશે.