Fire and Emergency Services

Divisional Head
Addl. City Engineer
Name of Department
Fire & Emergency Services
Head of Department
Chief Fire Officer
Details of Area for Services / Functions
Services are given with in the Limit of S.M.C. But Services out side S.M.C. Limit is Chargeable

FAQ s(Frequently asking Question related to(department)

Sr# Frequently Asked Questions Details of Procedure for complaint management (Disbursement)
1 What is the Procedure for getting Fire Certificate ? Application on Plain paper to be given to CFO with the FIR copy & photographs of the Fire incident.
2 What is the Charge to be given for a Fire certificate ? Fire call attended by the fire dept. will be given fire certificate on the payment of Rs 10/-
3 What is the Procedure for getting NOC ? (A) Application on plain paper for common man & Application on Letter pad for business men to be submitted.
(B) After spot-inspection according to instructions by fire officers, fire equipments & system to be installed.
(C) Fire equipments & system if found ok during inspection, then after recovering charge Rs. 500/- fire NOC is issued for one year, & be renewed against application for renewal
4 What is the functions of Fire Dept. ? (A) Fire Fighting
(B) Rescue & relief work during flood, earth-quake & other Natural & man -made disaster.
(C) Site- inspection for issuing fire NOC
(D) To issue fire certificate
(E) To provide services of Ambulance &Dead body van to public (F) Stand-by duty during religious Festival and Public Programmes
(G) Stand - by duty during visit of VIP & V.VIP.
5 What is the complaint management System ? Wireless control Room is working round the clock.
(A) Toll Free No. 101 for Fire Call
(B) Toll Free No. 102 for getting
Ambulance & Dead Body Van
6 How many Fire Stations are in S.M.C Which ? 14 Fire Stations In S.M.C.
Man darwaja Dumbhal
Kapodra Majura
Bhestan Navsari Bazar
Ghanchi Sheri Muglisara
Katargam Kosad
Mora Bhagal Adajan
Mota Varachha Palanpur
7 What is the Procedure for getting Fire NOC for fire crackers stall?
(A) On Temporary basis
For Diwali Festival
(B) On permanent basis
(A) Before few days of diwali festival after site - inspection & recovering charge Rs. 500/- Fire NOC is issued . on temporary basis to applicant for own premises / Land.
(B) Issue of Fire NOC on temporary basis to stall- holder for stall allotted at rental basis by SMC in different Zones
(C) Issue of Fire NOC for storage / selling of fire crackers for 1 year on permanent basis then to be renewed against application for renewal.

વિભાગીય વડાશ્રી
એડી .સીટી ઈજનેર
ખાતા/ ઝોનનુ નામ
ફાયર એન્ડ ઈમરજન્સી સવિસીસ
ખાતાધિકારીશ્રી
ચીફ ફાયર ઓફિસર
લાગત કાર્યક્ષેત્રની વિગત
સુરત મહાનગરપાલિકાનુ સુરત શહેર હદ વિસ્તારમાં સેવા આપવામાં આવે છે. પરંતુ સુરત શહેર હદ વિસ્તાર બહાર આગ ઓલવવા માટે મદદ માંગવામાં આવે તો ચાજૅ વસુલ લઈને સેવા આપવામાં આવે છે.
Sr# FAQs (વારવાર પુછાતા/ ઉદભવતા પ્રશ્ન) ની વિગત તેના ઉકેલ નિવારણ અર્થે કરવામા આવેલ/ કરવા જોગ કામગીરીની વિગત
1 આગનું પ્રમાણપત્ર મેળવવા શું કાયૅવાહી કરવાની હોય છે? ચીફ ફાયર ઓફિસરને સંબોધીને સાદા કાગળ ઉપર અરજી સાથે પંચનામાની નકલ અને આગ લાગેલ ધટના પ્રુફ અંગેના ફોટોગ્રાફ સામેલ કરવાના હોય છે.
2 આગનું પ્રમાણપત્ર મેળવવા કેટલા રુપિયા ફીભરવાની રહેછે? એટેન્ડ કરેલા કોલ માટે આગના  પ્રમાણપત્ર મેળવવા રુપિયા ૧૦/- ની ફી ભરવાની રહે છે.
3 ફાયર બ્રિગેડ NOC મેળવવા શું કાયૅવાહી કરવાની રહે છે?

૧. નાગરિક માટે સાદા કાગળ પર અને ધંધાકીય હેતુ હોય તો લેટર પેડ પર અરજી કરવાની રહેશે.
૨. ફાયર અધિકારી સ્થળ તપાસ કરી જે સુચના આપે તે પ્રમાણેના ફાયરના સાધનો અને વ્યવસ્થા ગોઠવવાની રહેશે.
૩.  ફાયર અધિકારી નિરીક્ષણ કરી નિયમ મુજબ વ્યવસ્થા  અને સાધનો ગોઠવણ હોય તો સ્થળ તપાસ નિરીક્ષણની ફી ભર્યેથી ૧ વષૅનીNOC આપવામાં આવે છે. જે ૧ વષૅ માટે મુદ્ત વિત્યે રીન્યુ કરાવવાની રહે છે.

4 ફાયર વિભાગ તરફથી શું કામગીરી કરવામાં આવે છે? ફાયર વિભાગ તરફથી આગ બુઝાવવાની, પૂર, ભૂકંપ તથા અન્ય કુદરતી અથવા માનવ સજીતૅ હોનારત બચાવ અને રાહત અને પુનૅવસન કામગીરી તથા પૂર વખતે આપતિ જનક કામગીરી સહાય કરવાની રહે છે. મિલકતોની ફાયર સેફટી સુવિધાઓની ચકાસણી કરવાની તેમજ શહેરના મુલાકાતીઓ અને મહાનુભાવોના પ્રવાસ અને જાહેર તહેવારોના બંદોબસ્તની કામગીરી કરવામાં આવે છે તથા એમ્બ્યુલન્સ અને શબવાહિની સેવા પુરી પાડવામાં આવે છે.
5 જનસેવા અંગેની ફરિયાદ નિવારણ અંગે શું વ્યવસ્થા છે? વાયરલેસ કંટ્રોલ રુમ રાઉન્ડ ધ કલોક ફરજ બજાવે છે. જેમાં આગ - અકસ્માત ૧૦૧ અને એમ્બ્યુલન્સ શબવાહિની સેવા માટે ૧૦૨ કાર્યરત છે.
6 સુરત મહાનગરપાલિકાને કેટલા ફાયર સ્ટેશનો છે અને કયા કયા? સુરત મહાનગરપાલિકામાં ૧૪ ફાયર સ્ટેશનો છે
માનદરવાજા ડુંભાલ
કાપોદ્રા મજુરા
પાંડેસરા નવસારી બજાર
ધાંચી શેરી મુગલીસરા
કતારગામ કોસાડ
મોરા ભાગળ અડાજણ
મોટાવરાછા પાલનપોર
7

ફટાકડાની NOC મેળવવા બાબતે શું કાયૅવાહી કરવાની રહે છે? 
(અ) દિવાળીના તહેવાર દરમ્યાન કામચલાઉ ધોરણે
(બ) કાયમી ધોરણે

(અ)
૧. અરજદારે પોતાની જગ્યામાં સ્વ હસ્તાક્ષર અરજી કર્યેથી દિવાળીના નજીકના દિવસોમાં પોતાની જગ્યામાં ફટાકડા વેચાણ અંગે કામચલાઉ સ્થળ નિરીક્ષણ ચાજૅ રુપિયા ૫૦૦/- ભર્યેથી NOC આપવામાં આવે છે.
૨. મહાનગરપાલિકાના પ્લોટોમાં જાહેરાત બાદ સ્ટોલોની ફાળવણી થર્યેથી નિયમો અનુસાર કામચલાઉ ધોરણે સ્થળ નિરીક્ષણના ચાજૅ રુપિયા ૫૦૦/-અરજી ફોમૅની ફી વસુલ લેવામાં આવે છે. ત્યારબાદ અરજદારે જે તે ઝોનમાં જઈ જમીન મિલ્કત વિભાગમાં પ્લોટના ભાડાની ફી તેમજ આરોગ્યની લાયસન્સ વિષયક ફી ભર્યા બાદ અત્રેના ખાતા દ્વારા મહાનગર પાલિકા પ્લોટ મળે હંગામી ફટાકડાનીNOC આપવામાં આવે છે.
૩. ફટાકડા સંગ્રહ / વેચાણ સ્થળ નિરીક્ષણ કર્યેથી રુપિયા ૫૦૦/- નિરીક્ષણ ચાજૅ  NOC આપવામાં આવે છે.

(બ) ફટાકડા સંગ્રહ / કાયમી ધોરણે વેચાણ માટે દુકાનોને ૧ વષૅ માટે NOC આપવામાં આવે છે ત્યારબાદ રીન્યુ કરાવવાનું રહે છે.