Home
ગુજરાત રાજ્ય વ્યવસાય, વ્યાપાર, ધંધા અને રોજગાર વેરા અધિનિયમ-1976 માં રાજ્ય સરકારશ્રીએ તા. 01.05.2008 થી અમલમાં આવે તે રીતે સુધારા કરેલ છે. જે મુજબ મહાનગરપાલિકા વિસ્તાર માટે પ્રોફેશનલ ટેક્સના કાયદા હેઠળ એનરોલમેન્ટ રજીસ્ટ્રેશન (ઇ.સી) કરદાતા તેમજ કામે રાખનારાઓ (આર.સી) કરદાતાઓ પાસેથી નવા દરો મુજબ વ્યવસાય વેરો સીધોસીધો વસુલવા માટે ડેઝીગ્નેટેડ ઓથોરીટી જાહેર કરેલ છે.
સદર કાયદા હેઠળ રાજ્ય સરકારશ્રીએ નીચે મુજબના કાયદા અને જુદા જુદા જહેરનામાઓથી ફેરફાર કરેલ છે.
જે અનુસાર હાલમાં મહાનગરપાલિકાએ અમલીકરણ શરૂ કરેલ છે. તા. 01.04.2008 પછીનો પ્રોફેશનલ ટેક્સ હેઠળના કરદાતાઓ પાસેથી વ્યવસાય વેરો સીધેસીધો વસુલવા માટે મહાનગરપાલિકાના ઝોન ઓફિસો પર કાર્યરત સીટી સીવીક સેન્ટર જાહેર કરવામાં આવેલ છે. જે બાબતે વર્તમાનપત્રોમાં નીચે મુજબની વ્યવસાય વેરા કરદાતા જોગ જાહેર નોટીસ પ્રસિધ્ધ કરવામાં આવેલ છે.
How Do I?
વધુ માહિતી માટે સંપર્ક કરો
પ્રોફેશનલ ટેક્સ રીકવરી સેલ, રૂમ નં. 36, પહેલા માળે, મહાનગરપાલિકાની મુખ્ય કચેરી, મુગલીસરા, સુરત.
(Office) 0261-2423751 to 56 @ Ext.: 354