PM-JAY

Image showing PM-JAY Key Features

મુખ્ય વિશેષતાઓ:

  • કુટુંબદીઠ વાર્ષિક રૂ.૧૦ (દસ) લાખ સુધીની કેશલેસ સારવાર.
  • કુટુંબના સભ્યોની સંખ્યા અને ઉંમર પર કોઈ મર્યાદા નથી.
  • S.E.C.C.(Socio Economic Caste Census) (સામાજીક આર્થિક સર્વેક્ષણ) અંતર્ગત નિયત માપદંડો ધરાવતા પરિવારો, મુખ્યમંત્રી અમૃતમ(મા) યોજના અને "માવાત્સલ્ય" યોજનાના લાભાર્થીઓને લાભ.
  • યોજનાના લાભાર્થીઓને હોસ્પિટલ ખાતે સારવાર હેતુ આવવા-જવાના ભાડા પેટે ડીસ્ચાર્જ સમયે DBT(ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર)થી દર્દી/સગા ના ખાતામાં રૂ.૩૦૦/- જમા કરવામાં આવે છે.

યોજનાના લાભાર્થીઓ:

  • SECC અને RSBY ના લાભાર્થીઓ.
  • વાર્ષિક રૂ. ૪.૦૦ લાખકે તેથી ઓછી આવક ધરાવતા મધ્યમવર્ગના પરિવારો.
  • વાર્ષિક રૂ. ૬ લાખ સુધીની આવક ધરાવતા કુટુંબોના વયસ્ક નાગરિકો (સિનિયર સીટીઝન્સ).
  • NFSA ના લાભાર્થીઓ
  • BOCW ના લાભાર્થીઓ.
  • PVTG ના લાભાર્થીઓ.
  • ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારના તમામ આશા બહેનો.
  • માન્યતા પ્રાપ્ત પત્રકારો.
  • રાજ્ય સરકારના વર્ગ- ૩ અને વર્ગ- ૪ ના તમામ સંવર્ગો પરની જગ્યાઓ ઉપર સીધી ભરતીથી નિમણૂક આપેલ ફિક્સ પગારના કર્મચારીઓ.
  • યુ-વીન કાર્ડ ધારકો.
  • રાજ્ય સરકારના જુદાજુદા જાહેર સાહસોના બિનસરકારી અધ્યક્ષશ્રી તથા બિનસરકારી ઉપાધ્યક્ષશ્રીઓ.
  • સામાજિક રીતે વંચિતજૂથ (વૃદ્ધાશ્રમના વૃધ્ધો, અનાથ આશ્રમના બાળકો).
  • વિધવા આશ્રમની વિધવા બહેનો અને ત્યક્તાઓ.