Other Tax
આજીવન વાહનકર વિભાગ
સુરત મહાનગરપાલિકા ધ્વારા ધી.બી.પી.એમ.સી. એકટ-૧૯૪૯ની કલમ-૧૨૭ અન્વયે માસિક સાધારણ સભાના ઠરાવ નં.૪૫/૨૦૨૪ થી નવા નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે નીચે મુજબ આજીવન યાંત્રિક પરિવહન ચાર્જ વસુલવાનું ઠરાવેલ છે:
-
ટુ વ્હીલર વાહન
આજીવન યાંત્રિક પરિવહન ચાર્જ વાહનનની પડતર કિંમતના ૨% લેખે વસુલ કરવા.
-
થ્રી વ્હીલર વાહન
આજીવન યાંત્રિક પરિવહન ચાર્જ વાહનની પડતર કિંમતના (અ) આર.ટી.ઓ.સુરત ખાતે રજીસ્ટ્રેશન સમયે સી.એન.જી ફીટેડ વાહનો ઉપર ૧.૫૦ % લેખે (બ) ઉપરોકત (અ) સિવાયના તમામ પ્રકારના થ્રી વ્હીલર વાહનો ઉપર ૨.૫૦ % લેખે વસુલ કરવા.
-
ફોર વ્હીલર કે તેથી વધુ વ્હીલરના વાહન
આજીવન યાંત્રિક પરિવહન ચાર્જ પડતર કિંમતના (અ) રૂા.૧૦,૦૦,૦૦૦/-સુધીની કિંમતના કોઈપણ વાહન માટે આજીવન યાંત્રિક પરિવહન ચાર્જ ૨.૫૦% લેખે (બ) રૂા. ૧૦,૦૦,૦૦૦/- થી વધુ અને રૂા.૨૫,૦૦,૦૦૦/- સુધીની કિંમતના કોઈપણ વાહન માટે આજીવન યાંત્રિક પરિવહન ચાર્જ ૩.૫૦ % લેખે (ક) રૂા.૨૫,૦૦,૦૦૦/- થી વધુની કિંમતના કોઈપણ વાહન માટે આજીવન યાંત્રિક પરિવહન ચાર્જ ૪.૦૦ % લેખે વસુલ કરવા.જેમાં ૨૫ લાખ સુધીના કંપની ફિટેડ સી.એન.જી.વાહનો પર ૧% ની છૂટ વાહનવેરામાં આપવામાં આવશે. પ્રદુષણ મુકત સુરતના પ્રોત્સાહન માટે આર.ટી.ઓ. સુરત ખાતે રજીસ્ટ્રેશન સમયે મહાનગરપાલિકા ધ્વારા લેવાતા ચાર ચક્રીય વાહન વેરામાં છૂટછાટ આપવામાં આવશે.
-
SURAT CITY ELECTRIC VEHICLE POLICY - 2021
નું અમલીકરણ કરવા માન.કમિશનરશ્રીની તા.૦૫/૦૧/૨૦૨૨ ની મંજૂરી અને સામાન્ય સભાના ઠરાવ નં.૩૨૬/૨૦૨૧, તા.૦૧/૧૨/૨૦૨૧ મુજબ ઈલેક્ટ્રીક વાહનો માટે વર્ષ ૨૦૨૪-૨૫ (તા.૦૧/૦૪/૨૦૨૪ થી તા.૩૧/૦૩/૨૦૨૫) માટે આજીવન યાંત્રિક પરિવહન ચાર્જમાં ૫૦ % રાહત આપવામાં આવશે.
-
દિવ્યાંગ વ્યકિતઓ ઘ્વારા ખરીદવામાં આવતા દિવ્યાંગ માટેના વાહનો જે આર.ટી.ઓ ખાતે "ઈનવેલીડ કેરેજ" તરીકે રજીસ્ટર થયેલ હોય તેવા દરેક વાહનોને સુરત મહાનગરપાલિકા દ્વારા વાહનવેરામાં ૧૦૦% માફી આપવામાં આવશે.