સુરત મહાનગરપાલિકાની જાહેર જનતાને આથી સુચિત કરવામાં આવે છે કે, ભારત સરકારશ્રીના સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શહેરોને ગાર્બેજ ફ્રી સ્ટાર રેટીંગ આપવાનું નક્કી કરવામાં આવેલ છે. જે અન્વયે સ્વચ્છ ભારત મિશન તથા ભારત સરકારશ્રીની ગાઇડલાઇન અનુસાર સુરત મહાનગરપાલિકાને ''૭ સ્ટાર ગાર્બેજ ફ્રી સીટી'' જાહેર કરવા માટે કામગીરી હાથ ધરવામાં આવેલ છે.
Detail Informationસ્વચ્છ ભારત મિશન દ્વારા મે-ર૦ર૦ માં Water+ Protocol સર્ટીફિકેશન મેળવવા અંગેની ગાઇડલાઇન જાહેર કરવામાં આવેલ. સદર ગાઇડલાઇન મુજબ જે શહેરો અથવા નગરો દ્વારા ODF/ODF+/ODF++ સર્ટીફિકેશન પ્રાપ્ત કરવામાં આવેલ છે તેવા શહેરોમાં સુરક્ષિત, સુવ્યવસ્થિત અને કાયમી સ્વચ્છતાના માપદંડ જળવાય રહે તે માટે Water+ Protocol શરૂ કરવામાં આવેલ છે. જે અંતર્ગત સુરત મહાનગરપાલિકા દ્વારા કામગીરી કરવામાં આવેલ છે અને ગાઇડલાઇનની પુર્તતા કરવામાં આવે છે.
Detail Information